તમારા ગામમાં થયેલા કામોનો ખર્ચ જાણો માત્ર એક જ મિનિટમાં, હવે સરપંચ નહિ કરી શકે કોઈ ગોલમાલ

Uncategorized

પહેલાના સમયમાં ટેકનોલોજીના અભાવને કારણે સરકાર દ્વારા આપવામાં આવતા ફંડનું ગોલમાલ થઇ જતું. પણ આજના સમયમાં ટેકનોલોજીના વિકાસના લીધે ઘણો ફાયદો થયો છે. આજે અમે તમને એક એવી સરકારી વેબસાઈટ (gov.in) ની લિન્ક વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગથી તમારા ગામમાં થયેલા કામોનો ખર્ચ કેટલો થયો તે એક જ મિનીટમાં જાણી શકાશે. અહિયાં આપ જોઈ શકો છો કે ભારત સરકારે આપણા ગામના નિર્માણ કાર્યો માટે કેટલા પૈસા આપ્યા છે. ( આ ડેટા સંપૂર્ણરીતે પ્રમાણભૂત છે) જો આપને કોઈ અનિયમિતતા લાગે તો આપ તેની ફરિયાદ જનસુવિધા કેન્દ્રમાં સીધી કરી શકો છો.

સર્વપ્રથમ નીચે આપેલી લિન્ક ખોલો.

પછી ભાષા પસંદ કરી શકો છો. અત્યારે અહિયાં અંગ્રેજી, હિન્દી અને પંજાબીના ઓપ્શન છે. આપ તસ્વીરમાં જોઈ શકો છો.

અહી આપ આપની યોજના વર્ષ પર ક્લિક કરો. (ફોટામાં બનાવ્યા અનુસાર)

દા.ત.આપે જાણવું હોય કે 2015-16માં સરકારમાંથી કેટલા રૂપિયા આવ્યાં તો આપ 2015-16 નું ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ આપને રાજ્યનું નામ પૂછવામાં આવશે તેના પર ક્લિક કરો.

રાજ્ય પસંદ કર્યા બાદ આપને Plan Unit Type નામનો ઓપ્શન આપવામાં આવશે. જેમાં  GRAM PANCHYAT નું ઓપ્શન પસંદ કરો.

ત્યાર બાદ પૂછવામાં આવશે કે આપ કયા જિલ્લાની પંચાયતમાં રહો છો ત્યારે આપ આપના જિલ્લાનું નામ પસંદ કરો.

જિલ્લાની પંચાયત પસંદ કર્યા બાદ જિલ્લા પંચાયત અથવા બ્લોકનું નામ પસંદ કરો.

જિલ્લા પંચાયત બાદ આપને ગ્રામ પંચાયતનું નામ પૂછવામાં આવશે.

ત્યારબાદ આપ GET REPORT પર ક્લિક કરો.

REPORT:

આપ અહિ REPORT જોઈ શકો છો, તમે ગામ/મહોલ્લો/વોર્ડમાં અત્યાર સુધી સરકાર પાસેથી કેટલા રૂપિયા આવ્યાં છે અને આપના સરપંચ, આપના બોર્ડ મેમ્બરોએ કેટલું કામ કર્યું. અને સરકાર પાસેથી કેટલા રૂપિયા લીધા છે તેની પૂરી જાણકારી લઈ શકો છો.

જો તમને એવું લાગે કે, સરકાર પાસેથી કામ કરવા રૂપિયા આવ્યા હોઈ અને આપના સરપંચ અથવા જે તે અધિકારીએ કામ કર્યું ન હોઈ તો એની ફરિયાદ આપ જનસુવિધા કેન્દ્ર પર કરી શકો છો. જ્યાં કહેવાય છે કે આપની ફરિયાદ પર મુખ્યમંત્રીની સીધી નજર રહેશે.

હવે આપણે દરેક વ્યક્તિને જાગૃત થવાની જરૂર છે અને બીજા ને પણ કરવાની જરૂર છે. હાલ બધી જ માહિતી સરકારે ઓનલાઈન વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી છે. બસ આપણે તેને વાંચવાની અને જાણવાની જરૂર છે. જો દરેક ગામમાં ફક્ત 5-6 વ્યક્તિ આ માહિતી તેમના ગામના લોકોને જણાવે તો સમજો 70% ભ્રષ્ટાચાર તો એમજ ઓછો થઈ જશે.

એટલે આપને વિનંતી છે કે આપ આપના ગામમાં વર્ષ 2015-16 થી 2019-20 સુધીમાં થયેલાં કાર્યોને જરૂર જુઓ તથા આ લિંકને દેશના દરેક ગામડા સુધી મોકલવાનો પ્રયત્ન કરો જેથી ગામના લોકો તેમના અધિકાર મેળવી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ખેડુ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.