હાર્દિકે ઉપવાસ પર બેઠેલા લોકોના પારણાં કરાવી ચીમકી ઉચ્ચારી કે જો…

gujarat Latest Politics

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ફોટો: સોશિયલ મીડિયા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી અને કાલે તેમણે અને હાર્દિકે સમજાવીને પારણાં કરાવ્યા હતા.

ફોટો: સોશિયલ મીડિયા

ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાને કાયદાકીય રીતે ફસાવવાની કોશિશ થઈ રહી છે કોર્ટમાં એક તરફી સબુતો રજૂ કરી તેને ફસાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે કાલે સાંજે હાર્દિક પટેલે સુરતમાં ઉપવાસ પર બેઠેલા લોકોની મુલાકાત લીધી હતી અને તેમના પારણાં કરાવ્યા હતા.

ફોટો: સોશિયલ મીડિયા

PAASના કાર્યકર્તાઓને પારણા કરાવ્યા બાદ હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતુ કે, મેં તમામ કાર્યકર્તાઓને સમજાવ્યા છે અને કહ્યું છે કે જે કઈ પણ કાયદાકીય સ્થિતિ બની છે તેને હવે સારા વકીલો મારફતે સારી રીતે કાયદાકીય લડત આપીને જામીન મળે તેવા પ્રયાસ કરીશું.

ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં જણાવ્યું કે સાથે મળીને આંદોલનની અંદર જે પણ ખોટા કેસો થયા છે તે દરેક કેસો પાછા ખેંચવા માટે સરકારને રજૂઆત કરીશું અને ટૂંક સમયમાં અમે એક વિશાળ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

વધુમાં હાર્દિકે જણાવ્યું કે આ લોકોની વાતો ન સાંભળીને સરકાર તાનશાહી કરી રહી છે. સરકારે લોકોની વાતો સાંભળવી જોઈએ. મહત્ત્વનું છે કે 11 દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કોઈપણ ધારાસભ્ય મળવા પણ આવ્યા નથી.

મહત્વનું છે કે 44 ધારાસભ્યો પાટીદાર સમાજના હોવા છતાં કોઈ પણ મળવા આવ્યું ન હતું. માત્ર કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ મિનિસ્ટર તુષાર ચૌધરી મળવા આવ્યા હતા તે સિવાય કોઈ ફરક્યું પણ ના હતું.