શું તમને ખબર છે વળીયારીના અધધ ફાયદા….જાણી લ્યો નહી લેવી પડે દવાઓ…

Health

ગુજરાતમાં વરિયાળી સામાન્ય રીતે મુખવાસ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના ઘરમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કેલ્શિયમ, આયરન અને પોટાશિયમ જેવા ગુણ જોવા મળે છે. ઘણા લોકોને જમ્યા પછી વરિયાળી ખાવાની જાણે આદત હોય છે. વરિયાળી શરીર માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચી શકાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે, વરિયાળી ખાવાથી પણ શરીરને કેટલા બધા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ વરિયાળી ખાવાના ફાયદા વિશે…

કેન્સરની સભાવના ઓછી થાય:

વરિયાળી એક સારી ડિટાક્સીફાયર છે, જે શરીરના ટોક્સિન્સને બહાર નિકાળી દે છે. તેમાં રહેલા ફાઇટો ન્યૂટ્રિએન્ટમાં કોન્સરરોધી ગુણ હોય છે. જે બ્રેસ્ટ કેન્સરના સેલ વધતા રોકે છે. વરિયાળી ચાવવાથી સ્કીન, પેટ અને કેન્સરની સંભાવના ઓછી થઇ જાય છે.

લાલ લોહી બનાવવામાં મદદરૂપ:

વરિયાળી લાલ લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી શરીરમાં આયરનની પૂર્તિ બની રહે છે. અને લોહીનું પ્રમાણ વધી જાય છે જેનાથી એમોનિયા થવાનું જોખમ વધતું નથી. ગર્ભવતી મહિલાઓને લોહીની ખામીને પૂરી કરવા માટે વરિયાળીનું પાણી પીવું જોઇએ.

પિરીયડ્સના દુખાવામાં રાહત આપે છે:

વરિયાળી ખાવાથી યૂટેરસ અને પેલ્વિકની આજુબાજુ લોહીનો પ્રવાહ બરોબર રહે છે જેનાથી સ્ત્રીને પિરીયડ્સ સમયે દુખાવામાં રાહત મળે છે. પિરીયડ્સમાં હોઉ તે દરમિયાન એક ચમચી વરિયાળી એક કપ પાણીમાં નાંખીને ઉકાળો જ્યાં સુધી તેનો રંગ બદલાઇ ના જાય સુધી ઉકાળો. ત્યારબાદ તેને ગળીને પીવાથી દુખાવામાં રાહત થાય છે.

ડાયાબિટીસની સંભાવના ઓછી રહે:

પાચન શક્તિ વધારવા સાથે વરિયાળીના નિયમિત સેવનથી મેટાબાલ્જિયમ લેવલ પણ વધે છે તેનાથી શરીર પણ ઊતરે છે. મરી સાથે વરિયાળી ચાવવાથી ઇન્સુલિનનું સ્તર સામાન્ય રહે છે. જેનાથી ડાયાબિટીસની સમસ્યા રહેતી નથી.

યાદશક્તિ વધે છેઃ

બદામ, વરિયાળી અને સાકરને તમે એકસરખા પ્રમાણમાં પીસીને રોજ ખાશો તો તેનાથી તમારી યાદશક્તિમાં ગજબ વધારો થશે.

અપચો દૂર કરે છેઃ

જો તમને અપચાની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાંખીને પાણી ઉકાળી દિવસમાં બે કે ત્રણ વાર પીઓ. આમ કરવાથી તમારો અપચો દૂર થશે અને વજન પણ ઘટવા માંડશે. શેકેલી વરિયાળી ખાવાથી પેટના દુઃખાવામાં રાહત મળે છે. પાણીમાં વરિયાળી ઉકાળી તેને ખાંડ સાથે પીવાથી ખાટા ઓડકારથી રાહત મળે છે.

ત્વચાની ચમક વધે છે :

જો તમે સવાર સાંજ વરિયાળી ચાવીને ખાતા હોવ તો તેની સીધી અસર તમારી ત્વચા પર પડે છે. આ રીતે વરિયાળી ખાવાથી તમારી ત્વચાની ચમક વધી જાય છે અને રંગ નિખરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ:

આ ભૂખને ઓછી કરે છે. વરિયાળીનુ તાજુ બીજ પ્રાકૃતિક વસા નાશકના રૂપમાં કાર્ય કરે છે. તેથી તેના ઉપયોગથી વજન ઘટે છે.

ગેસ અને કબજિયાત:

વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ થતી નથી. વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે.

હાથ-પગમાં બળતરા:

હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

ગળામાં ખરાશ:

જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે.
દૂધમાં થોડી વરીયાળી મિક્ષ કરીને પીવાથી પણ ખુબ જ ફાયદા થાય છે:

બોડીમાં મેટાબોલીઝમ વધે છે,વળીયારી નું ડ્રીંક એ વજન ને કન્ટ્રોલ માં રાખે છે.અને સ્થૂળતાથી બચાવે છે.આ ડ્રીંક માં એન્ટીબેકટેરીયલ પ્રોપટીઝ હોઈ છે આનાથી પિમ્પલ ઠીક થાય છે અને ચહેરાની ચમક વધે છે.આમાં એસપાર્ટીક એસીડ હોઈ છે,આનાથી કબજિયાત,એસીડીટી જેવી પ્રોબ્લેમ દુર થાય છે અને ડાઇજેશન સારું રહે છે.આમાં ફ્લેવોનોઈડસ હોઈ છે. આનાથી આંખો હેલ્ધી રહે છે. અને આ મોતિયા જેવી આંખોની પ્રોબ્લેમથી બચાવે છે.આનાથી કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સમાં રહે છે.આ હાર્ટની બીમાંરીઓંથી બચાવે છે.આનાથી બોડીના ટોકીસંસ દુર થાય છે.આ યુરીન ઇન્ફેકશનથી બચાવે છે. આ ડ્રીંકમાં પોટેશીયમની માત્રા વધુ હોઈ છે.આનાથી બીપી કન્ટ્રોલમાં રહે છે.આમાં આયર્ન હોય છે.આ એનીમિયા એટલેકે લોહી ની કમીની પ્રોબ્લેમ દુર કરે છે.આમાં એન્ટીકાર્સીનોજેનીક એલીમેન્ટ્સ હોઈ છે. અને આ કેન્સર થી બચાવે છે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેયર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર