ટ્રમ્પને ટક્કર દેવા તુલસી ગાબર્ડ તૈયાર કહ્યું હિંદુ હોવા પર ગર્વ છે.

Latest Politics World

અમેરિકી કોંગ્રેસની સદસ્ય તુલસી ગબાર્ડે તે વિરોધીઓને જવાબ આપ્યો છે જે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક દાવેદાર પર એક હિંદુ રાષ્ટ્રવાદી હોવાનો આરોપ લગાવે છે. તેમણે કહ્યું કે હિંદુ સિવાયના નેતાઓને કઇ પણ ન પૂછવા અને અમેરિકા માટે તેમની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવો બેવડા માપદંડને દેખાડે છે જે માત્ર ધર્મધતાથી જ પેદા થઈ શકે છે. નવેમ્બર 2020 માં થનાર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચુનોતી આપવા પહેલા તેમણે વર્ષની શરૂઆતમાં પ્રારંભિક ચૂંટણીમાં પોતાના ડેમોક્રેટિક નેતાઓ વિરુદ્ધ લડવું પડશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ મુદ્દા પર પ્રતિક્રિયા જાણવા માટે ગબાર્ડ પોતાની પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે. અને ભારતીય મૂળના અમેરિકી લોકો સાથે સંપર્ક કરી રહી છે.

અમેરિકી કોંગ્રેસમાં ચૂંટેલી પહેલી હિન્દૂ મહિલા, ગબાર્ડ વિરુદ્ધ તેમના સમર્થકો અને ફંડ આપનાર લોકો વિરુદ્ધ ચલાવવામાં આવતા અભિયાનની વ્યાખ્યા, “હિંદુ અમેરિકિયોની પ્રોફાઈલિંગ કરવા અને તેમને નિશાનો બનાવવા પર અને કોઈ પણ આધાર વગર તેમને હેરાન કરવાના ” રૂપમાં છે.

37 વર્ષીય ગબાર્ડએ 11 જાન્યુઆરી એ ઘોષણા કરી હતી કે તે 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તે ડેમોક્રેટિક પાર્ટીમાં દાવેદારી નોંધાવશે. તેમણે પોતાને હિન્દૂ રાષ્ટ્રવાદી કહેવા પર જવાબ આપતા કહ્યું કે કાલે શુ મુસ્લિમ કે યહૂદી અમેરિકી કહેશો કે પછી જાપાની, લેટિન અમેરિકી કે પછી આફ્રિકી અમેરિકી કહેશો.

ગબાર્ડએ જણાવ્યું કે મારા દેશ પ્રત્યે મારી પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવા અને હિન્દૂ સિવાયના નેતાઓ પર સવાલ નહીં ઉઠાવવા એ બને માપદંડને સ્પષ્ટ કરે છે જે માત્ર એક વાતમાં નિહિત થઈ શકે છે: ધાર્મિક ભેદભાવ. હું હિન્દૂ છું અને તે નહીં.

હવાઈ થી ચાર વાર ડેમોક્રેટિક પાર્ટીની સાંસદ એ કહ્યું કોંગ્રેસમાં ચૂંટાવનાર પહેલી હિન્દૂ અમેરિકી થવા અને હવે રાષ્ટ્રપતિ પદ માટે પહેલી હિંદુ-અમેરિકી થવા પર અને હવે રાષ્ટ્રપતિ પદ માટે પહેલી હિન્દૂ અમેરિકી દાવેદાર હોવાનો મને ગર્વ છે.