જુઓ સની લિયોનીનો આ બોલ્ડ અવતાર

Entertainment Latest

આજ કાલ સની લિયોની પોતાના કામમાં ખુબજ વ્યસ્ત છે. મોટાભાગે સની સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ જોવા મળે છે અને ખાસ કરીને પોતાના હૉટ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હાલ સની લિયોનીએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાનો એક હૉટ અને ગ્લેમરસ ફોટો શેર કર્યો છે. તસવીરને અત્યાર સુધી 10 લાખથી વધુ લાઇક્સ મળી ચુકી છે. આ ફોટો જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર શૂટની છે.

રેડ એન્ડ બ્લેક આઉટફિટમાં સની લિયોનીનો સીઝલીંગ અવતાર જોઇને દરેક લોકો તેના પર મન મોહી ચુક્યા છે. સનીએ આ કેલેન્ડર શૂટનો ફોટો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે સની લિયોની ફરી એકવાર પોતાના હોટ અને બોલ્ડ લુકમાં નજરે પડી રહી છે.

રેડ એન્ડ બ્લેક કપડામાં સની સેન્સેશનલ લાગી રહી છે અને ફેન્સ તેના આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેલા પણ ઘણીવાર સની પોતાના આ સેન્સેશનલ અવતારમાં જોવા મળી ચુકી છે. સની પોતાના હૉટ ફોટાઓ અવારનવાર શેર કરતી રહે છે.

જણાવી દઇએ કે જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાની પોતાનું કેલેન્ડર દર વર્ષે લૉન્ચ કરે છે અને ફેન્સ પણ કેલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.

[PHOTO CRETID TWITTER: @DABBOORATANI].