જાણો શક્તિસિંહની શક્તિગાથા, ભાગ: 2

gujarat Latest Politics

શક્તિસિહ ગોહિલની વિચારધારા હતી કે મારી જવાબદારી મારા મતદારોને સુવિધા પૂરી પાડવાની છે તેથી તેઓ ભાવનગર જીલ્લામાં મેડિકલ કોલેજની માંગના સમર્થનમાં વર્ષ 1994મા આરોગ્ય મંત્રી પરથી રાજીનામું આપ્યું અને પોતાની સરકાર સામે મોરચો માંડ્યો. તેમની માંગ પાછળથી સ્વીકારવામાં આવી હતી અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ફોટો: સોશિયલ મીડિયા

શક્તિસિંહ ગોહિલે વર્ષ 1995 થી 1998 સુધી વિધાનસભામાં કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકેની કામગીરી બજાવી હતી. શક્તિસિંહ એક જ બાથક પરથી સતત ત્રણ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2002માં ગોધરા કાંડના સમયે કોમવાદી વાતાવરણમાં તેઓ સંપૂર્ણ ધર્મનિરપેક્ષ રહ્યા હતા અને આ જ કારણ હતું કે તેઓ ત્યારે તે સીટ પરથી હાર્યા હતા.

ફોટો: સોશિયલ મીડિયા

૨૦૦૨ થી ૨૦૦૭ સુધી શક્તિસિંહ ગોહીલ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રહ્યા હતા. ત્યારબાદ તેઓ 2007ની વિધાનસભા ચૂંટણી લડ્યા અને ફરીવાર ભાવનગર દક્ષિણ સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને કોંગ્રેસનાં દરેક ધારાસભ્યો અને નેતાઓની મંજૂરીથી શક્તિસિહને વિરોધ પક્ષના નેતા બનાવ્યા હતા.

ફોટો: સોશિયલ મીડિયા

શક્તિસિંહ ગોહીલ વિરોધ પક્ષના નેતા બન્યા પછી તેમણે ગુજરાત સરકારની સામે એક પછી એક કૌભાંડોનો ખુલાસો કરતાં ગયા અને તેની વિરુદ્ધના પુરાવાઑ એ સમયના રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામને સોંપ્યા જેના કારણે ગુજરાત સરકારને ના છૂટકે ભ્રષ્ટ્રાચારની તપાસ માટે એમ.બી શાહ તપાસપંચ મૂકવું પડ્યું હતું.

ફોટો: સોશિયલ મીડિયા

બીજી બાજુ સરકાર ભ્રષ્ટાચારની તપાસ ટાળવા માટે લોકાયુક્ત બિલ નિમવામાં બહાના બનાવવા લાગી પરંતુ હાર માને તે બીજા તેમ શક્તિસિંહે દેશના સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા અને ગુજરાત સરકાર ને કોર્ટના આદેશ બાદ લોકાયુક્તની નિમણૂક કરવી પડી.

ફોટો: સોશિયલ મીડિયા

2012મા હાઇ કમાન્ડનો આદેશ આવતા શક્તિસિહને ભાવનગર ગ્રામ્ય સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવી પડી પરંતુ ત્યાથી તેમને હારનો સામનો કરવો પડ્યો. તેમની કુશળ રાજનીતિનો ફાયદો ઉઠાવી હાઈકમાન્ડે તેમણે કોંગ્રેસનાં પ્રવકતા બનાવ્યા. વર્ષ 2014મા અબડાસાની બેઠકના ધારાસભ્યના બળવાના કારણે ત્યાં ખાલી પડેલી સીટ પર શક્તિસિહ ચૂંટણી લડ્યા અને ત્યથી જીત્યા પણ ખરા અને તેમણે હિસાબ સમિતિના ચેરમેન પણ બનાવવામાં આવ્યા.

ફોટો: સોશિયલ મીડિયા

વર્ષ ૨૦૧૪મા અબડાસામાં ચૂંટાયા ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી અને તે વિસ્તારને સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને રાહતની કામગીરી કરે તે માટે પ્રયત્નો કર્યા અને તેમાં સફળ પણ રહ્યા. તે વિસ્તારમાં પીવાના પાણીની ખુબ જ તંગી હતી ત્યારે તેઓ વિપક્ષમાં રહીને પણ સરકાર પાસે રૂપિયા ૩૨૨.૪ કરોડ મંજુર કરાવ્યા અને પીવાના પાણીના પ્રશ્નનો નિકાલ કર્યો.

ફોટો: સોશિયલ મીડિયા

છેલ્લી વિધાનસભા 2017ની ચૂંટણી કચ્છ માંડવી બેઠક પરથી લડવા માટે ટિકિટ શક્તિસિહને મળી હતી પરંતુ તેમને હારનો સમનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાની સારી એવી કામગીરી અને તેમની સારી સંગઠન શક્તિ ને જોતાં કોંગ્રેસનું સંગઠન જે જગ્યાએ ખુબ જ નબળું છે તે બિહાર રાજ્યના પ્રભારી તરીકે રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ જવાબદારી સોંપી હતી. સાથો સાથ રાષ્ટ્રીય અધ્યક્ષ પછી મહત્વનું સ્થાન જેને ગણવામાં આવે છે તેવા રાષ્ટ્રીય મહામંત્રીના પદ પર શક્તિસિંહને બેસાડયા હતા.