પૂર્વીય નદીઓના પાણીને ડાયવર્ટ કરવા પર પાકિસ્તાને કહ્યું કે…

Latest Politics

પાકિસ્તાન જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમેલનું કહેવું છે કે પુલવમામાં હુમલા પછી ભારતે ભલે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી રોકવાની વાત કરી હોય પરંતુ ભારતના આ પગલાથી પાકિસ્તાનને કોઈ અસર નહીં થશે.

ફોટો: સોશિયલ મીડિયા

પાકિસ્તાની ન્યૂઝપેપરને ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે જો ભારત પૂર્વી નદીઓનું પાણી જો રોકશે તો તેની પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. કારણકે આ નદીઓ સિંધુ સંધિ મુજબ ભારતના અધિકારમાં આવે છે.

ફોટો: સોશિયલ મીડીયા

તેમણે એ પણ કહ્યું કે જો ભારત ત્રણેય નદીઓનું પાણી ડાયવર્ટ કરીને પોતાના લોકો માટે ઉપયોગ કરશે તો આ તેના આ પગલાં પર પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની આપતી નથી. સિંધુ જળ સંધિ મુજબ રાવી, સતલૂજ અને વ્યાસના પાણી પર ભારતનો અધિકાર છે.

ફોટો: સોશિયલ મીડીયા

મહત્વનુ છે કે કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે રાવી, સતલૂજ અને વ્યાસના પાણીને યમુનામાં લાવવામાં આવશે જે અત્યાર સુધી પાકિસ્તાનમાં જઇ રહ્યું હતું. તેનાથી જમ્મુ-કશ્મીર, પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં સીંચાઈનું પાણી મળશે. આ પ્રોજેકટ પર પહેલાથી જ કામ શરૂ થઈ ચૂક્યું છે.

ફોટો: સોશિયલ મીડીયા

આ યોજનાની અસર સિંધુ જળ સંધિ પર નહીં પડે. આવનાર 6 વર્ષમાં આ યોજના પૂરી થશે અને આ નદીઓ પર બંધ બાંધવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે આ વાત નિતિન ગડકરી પહેલા પણ કહી ચૂક્યા છે. પરંતુ તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુલવામાને લઈને ભારત ના લોકોમાં પાકિસ્તાનને લઈને ગુસ્સો છે.