સબરીમાલા વિવાદમાં કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો

Latest Uncategorized

સબરીમાલા વિવાદમાં દાખલ કરેલી રીવ્યુ પિટિશન પર સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ વિવાદ પર સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મંદિરનું કામકાજ સાંભળતા ત્રાવણકોર દેવાસમ બોર્ડે સુપ્રીમમાં જણાવ્યું કે દરેક મહિલાને ભગવાનના દર્શન કરવાની મંજૂરી મળવી જોઈએ.

હકીકતે ત્રાવણકોર દેવાસન બોર્ડના અધ્યક્ષ એ. પદ્મકુમારે કહ્યું કે 28 સપ્ટેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધાર પર બોર્ડે નક્કી કર્યું છે કે તે આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં રિપિટિશન દાખલ નહીં કરે. તેમણે જણાવ્યું કે દેવાસન બોર્ડ સુપ્રીમ કોર્ટના આ ફેસલાનું સમ્માન કરે છે અને આ લિંગ ભેદભાવ ન હોવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2018માં સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલમાં જણાવ્યું હતું કે મંદિરમાં દરેક ઉંમરની મહિલાનો પ્રવેશ થવો જોઈએ. આ પહેલા 10 થી 50 વર્ષની મહિલાઓની મંદિરમાં પ્રવેશબંધી હતી. જે કોર્ટે હટાવી હતી.