PUBG માં આવશે કાલે નવી અપડેટ : ઝોમ્બી મોડ અને બીજા રોમાંચક ફીચર્સ

Entertainment Latest Technology World

પોપ્યુલર ગેઇમ PUBG માં નવા દિલચસ્પ મોડ આવી રહયો છે. જેની પ્લેયર્સ ને ઘણા સમય થી રાહ હતી. કંપની દ્વારા જાહેર કરવામાં અવાયું છે કે આ નવો મોડ 19 ફેબ્રુઆરી એ એકટીવ થશે. ટેંસેન્ટ ગેમ ડેવલપર્સ મુજબ નવા ઇન્સ્ટોલ્ડ ગેમ માં અપડેટ આપી ને આ મોડ પુશ કરવામાં આવશે.

અપડેટ માટે કંપની એ એક હોરર ગેમ resident evil 2 સાથે પાર્ટનરશીપ કરી છે.

આ મોડ માં પ્લેયર ઝોમ્બી સાથે ફાઈટ કરી શકશે અને એક બીજા વિરુદ્ધ બેટલ લડી શકશે. અને પેહલા ની જેમ જ છેલ્લે બચતા પ્લેયર ને ચિકન ડિનર નો મેડલ મળશે.

એટલું જ નહીં, અપડેટ પછી સ્નો મેપ vikendi માં એક નવો ઓપ્શન હશે જે moonlight તરીકે ઓળખાશે એટલે કે તેમાં પણ erangel ની જેમ નાઇટ મોડ હશે. તેમજ પ્લેયર્સ આર્કેડ મોડ માં senhok સિલેક્ટ કરીને ક્વિક મેચ રમી શકશે.