ટોઇલેટમાં કરવામાં આવેલું વરરાજાનું પ્રીવેડિંગ ફોટોશૂટ, કારણ જાણીને હસવા માંડશો

Uncategorized

આજકાલ કોઈ પણ દુલ્હન અને વરરાજા પોતાના પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે ખુબ જ ઉત્સાહિત હોય છે પણ મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં એક એવી સેલ્ફી ખેંચાવા માટે કપલ મજબૂર છે કે જેને કદાચ તેઓ કોઈ દિવસ યાદ નથી રાખવા માંગતા. વાત એવી છે કે શૌચાલયોનું નિર્માણ વધે એના માટે થનારા વરરાજાએ પોતાના ઘરમાં બનાવેલા ટોઇલેટમાં ઉભા રહીને ફોટો ખેંચાવાનો હોય છે. નહીં તો એ દુલ્હનને મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાસ યોજનાની અંતર્ગત 51000 રૂપિયાની રકમ મળશે નહીં.

તસ્વીર વિના લગ્ન નહિ


જો કે વાત એવી છે કે આ યોજનાના ફોર્મનો તો જ સ્વીકાર કરાય છે જો થનાર વરરાજાના ઘરમાં ટોયલેટ હોય. અધિકારી બધાના ઘરે જઇ જઈને ચેક કરવાની જગ્યાએ ટોઇલેટમાં ઉભેલા વરરાજાના ફોટાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ વાત ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં જ નહિ પણ ભોપાલ મહાનગર પાલિકા (BMC)માં પણ ચાલુ છે. ભોપાલમાં એક દુલ્હો સામૂહિક લગ્ન કાર્યક્રમમાં લગ્ન કરી રહ્યો હતો અને પોતાનું નામ ના આપવાની શરત પર મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે એક એવા મેરેજ સર્ટિફિકેટ વિષે વિચારો કે જેમાં વરરાજા ટોયલેટમાં ઉભા હોય. મને એમ કહેવામાં આવ્યું કે હું જ્યાં સુધી એવી તસવીર નહીં આપું તો ત્યાં સુધી કાજી નમાજ પઢશે નહીં.

બીએમસીએના યોજના પ્રભારી સીબી મિશ્રાએ જણાવ્યું કે પહેલાં લગ્નના 30 દિવસમાં ટોયલેટ બનાવાની છૂટ અપાઈ હતી પણ હવે એને ખત્મ કરી દેવાઈ છે. એમનું કહેવું એમ છે કે ટોઇલેટમાં ઉભેલા વરરાજાનો ફોટો લેવો એ કોઇ ખોટી વાત નથી. આ લગ્નના કાર્ડનો હિસ્સો નથી. જો કે બીએમસી કોર્પોરેટ અને સ્થાનિક કોંગ્રેસ નેતા રફીક કુરૈશીએ એના વિષે જણાવ્યું કે એ વાત સમજમાં આવે છે કે ટોયલેટ સ્વચ્છ ભારત મિશનનો મહત્વપૂર્ણ હિસ્સો છે પણ આ પ્રક્રિયાને શ્રેષ્ઠ પણ કરી શકાય છે.

અરજીઓમાં વધારો થવાથી આ પદ્ધતિ અપનાવાઈ

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કન્યા વિવાહ/નિકાહ યોજના આર્થિક રીતે પછાત વર્ગ હોય એમના માટે છે. ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ સત્તામાં આવ્યા બાદ એક દિવસ કોંગ્રેસ સરકારે આ યોજના અંતર્ગત આર્થિક રકમ 28000 રૂપિયાથી વધારીને 51000 રૂપિયા કરી દેવામાં આવી હતી. એ પછી તો અરજીનો સિલસિલો વધતો જ ગયો અને એના કારણે અધિકારીઓ માટે ઘેર-ઘેર જઇ ટોયલેટ નિરીક્ષણ કરવું ઘણું જ મુશ્કેલ થઇ ગયું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ article credit: panchat.co.in