દેશ શહીદો માટે શોક મનાવે છે અને PM મોદી શૂટિંગ કરે છે: રણદીપ સુરજેવાલા

Latest Politics

14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 44 CRPFના જવાનો શહીદ થયા હતા. તે આતંકી હુમલાને લઈને આજે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ નરેંદ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો હતો. કોંગ્રેસનાં પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે જ્યારે આખો દેશ શહિદ જવાનો માટે શોક માનવી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. તેની સાથે સુરજેવાલાએ જણાવ્યુ કે શહીદોને સલામી આપવાના સમયે પણ મોદી મોડા આવ્યા હતા.

ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસનાં પ્રવકતાએ મોદી પર હુમલો કરતાં કહ્યું કે જ્યારે 14 ફેબ્રુઆરીએ બપોરે પુલવામામાં આતંકી હુમલામાં 44 જવાનો શહીદ થયા ત્યારે આખો દેશ શોક માનવી રહ્યો હતો પરંતુ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાંજ સુધી કોર્બેટ પાર્કમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. શું દુનિયામાં કોઈ એવા પીએમ છે? એવા પીએમ માટે મારી પાસે કોઈ શબ્દો નથી.

ફોટો: ANI

રણદીપએ વધુમાં જણાવ્યુ કે પુલવામામાં હુમલો 3:10 વાગ્યે થયો પરંતુ પીએમ મોદી સાંજના 6 વાગ્યા સુધી શૂટિંગ કરતાં રહ્યા. જ્યારે આપણો દેશ શહીદોના ટુકડાઓ વીણતા હતા ત્યારે પીએમ મોદી પોતાના નામના નારા લગાવડાવતા હતા. આતંકી હુમલામાં જવાનોની શહીદી પછી દેશના ઘરોમાં ચૂલાઓ બંધ હતા અને પીએમ મોદી ઉત્તરખંડના ગેસ્ટ હાઉસમાં ચા નાસ્તો કરી રહ્યા હતા.

ફોટો:સોશિયલ મીડિયા

સુરજેવાલાએ અંતિમ વિદાયની વાત કરતાં કહ્યું કે હુમલાઓ પછી પણ પીએમની સભાઓ ના થંભી, મંત્રીઓએ શહીદો સાથે સેલ્ફી લીધી તો પીએમ પોતે વિદેશ સેર સપાટા પર નીકળી ગયા. તેની સાથે અંતિમ વિદાય પર પીએમ મોડા આવ્યા અને શબપેટીઓ રાહ જોતી રહી.

ફોટો: સોશિયલ મીડિયા

તેમણે ઇન્દિરા ગાંધીની વાત કરતાં જણાવ્યુ કે ઇન્દિરા ગાંધીએ માત્ર બાંગ્લાદેશને આજાદી જ નહોતી અપાવી પરંતુ 91000 સૈનિકો સાથે પાકિસ્તાને સમર્પણ પણ કરવું પડ્યું હતું. પાકિસ્તાનને ઇન્દિરા ગાંધીએ ઘૂટણીયા ભેગા કરી દીધા હતા. વધુમાં તેમણે કહ્યું કે અમે આતંકી હુમલાનો જવાબ આપવા માટે સરકારણો પૂરો સાથ સહકાર આપ્યો પરંતુ મોદીજી રાજધર્મ ભૂલીને રાજ બચાવવા લાગ્યા છે સત્તાની ભૂખે મોદીજીને માણસાઈ ભળવી દીધી.