પુલવામા કરતા મોટો હજી એક હુમલો ભારત પર થઈ શકે છે

Latest

14મી ફેબ્રુઆરીએ પુલવામામાં મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 44 જેટલા CRPF ના જવાનો શહીદ થયા હતા. એ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદએ સ્વીકારી હતી.

Pic:aaj tak

આ હુમલો જૈશનો આતંકી આદિલ અહમદ ડાર નામના વ્યક્તિએ કર્યો હતો. આદિલ એક વિસ્ફોટક ભરેલી ગાડીને લઈ CRPFના જવાનોની વચ્ચે જતો રહ્યો હતો ત્યારબાદ તેમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો.

Pic: aaj tak

આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની ચિતાની અગ્નિ ઠંડી પડી નથી અને પરિવારો હજુ સુધી શોકની લાગણીમાંથી બહાર નથી નીકળ્યા ત્યાં તો ફરી એક નવો ખતરો સામે દેખાઇ રહ્યો છે.

ફોટો:સોશિયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશ-એ-મોહમ્મદ પુલવામામાં જે હુમલો કર્યો તેના કરતાં પણ મોટો હુમલો કરી શકે છે અને આ હુમલો બે-ત્રણ દિવસની અંદર થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર જૈશ ઉત્તર કાશ્મીરમાં ચૌકીબળ અને તંગધારમાં IED બ્લાસ્ટથી હુમલો કરે તેવી શક્યતાઓ રહેલી છે.

Pic: aaj tak

ગુપ્ત એજન્સીઓ દ્વારા સુરક્ષાબળોને હોશિયાર અને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા મળતી માહિતી મુજબ જૈશના આતંકીઓ દ્વારા એક લીલા રંગની સ્કોર્પિયો ગાડી તૈયાર કરવામાં આવી છે જે ગાડી હુમલા માટે વપરાઇ શકે છે.

Pic: aaj tak

પુલવામા હુમલામાં 60 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે આ હુમલામાં 500 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરી શકે તેવું મનાઈ રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ કાશ્મીરમાં રહેતા લોકોને આતંકી બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે અને તેમનો ઉપયોગ આ હુમલા માટે કરી શકે છે.