વાયરલ કક્કર: ‘કોકા કોલા ‘ સોન્ગ પર નેહા અને ડીજે માર્શમેલો નો વિડિઓ

Entertainment Latest World

નેહા કક્કર ના ભાઈ ટોની કક્કર એ ગાયેલું કોકા કોલા સોન્ગ ફરી એક વાર હિટ થયું છે જેનું કારણ છે એક તો આ સોન્ગ કાર્તિક આર્યન અને કૃતિ સેનન ના ફિલ્મ ‘લૂકા છુપી’ માં લેવાયું છે અને તાજેતર માં નેહા કક્કર એ પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે જેમાં તે અતિ પોપ્યુલર અમેરિકન ડીજે માર્શમેલો સાથે આ સોન્ગ પર ડાન્સ કરતી જોઈ શકાય છે.

લોકપ્રિય અમેરિકન ડીજે, માર્શેમેલો , જે હાલમાં VH 1 સુપરસોનિક ફેસ્ટિવલના ભાગરૂપે ભારતની મુલાકાત લઈ રહ્યા છે, તેણે પોતાના પ્રથમ હિન્દી ટ્રેક બીબા માટે મ્યુઝિક વિડીયો રિલિઝ કર્યો છે. આ વિડિઓ દ્વારા બૉલીવુડના મ્યુઝિક ને ટ્રિબ્યુટ આપ્યું છે અને શાહરુખ ખાન કેમીઓ ભૂમિકા માં નજરે ચડે છે.

ડીજે માર્શમેલોની એક ખાસિયત છે કે તે પર્ફોમ કરતી વખતે કે ડાન્સ વખતે પોતાનો ચેહરો હંમેશા કવર કરીને રાખે છે.