જાણો આ મશીન વિશે કે જે ખેતી ક્ષેત્રે ધરાવે છે ૧૦૦ વ્યક્તિઓ નુ કાર્ય કરવા ની કાર્યક્ષમતા…

Technology

મિત્રો આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને વાત જ્યારે ખેતી ની કરવામા આવે તો તેની સાથે જોડાયેલ હોય છે અથાગ પરીશ્રમ. ખેતી કરવી એ કોઈ રમત ની વાત નથી. ખેતી એ સંઘર્ષ તથા સમય નુ બલીદાન માંગતી પ્રક્રિયા છે. જેમા ખેડૂત નુ સંપુર્ણ જીવન જ તેની પાછળ વ્યતીત થઈ જાય છે.

ખેડૂતો નો ભાર હળવો કરવા માટે પી.એસ. મોરે નામક વ્યક્તિ એ એક મશિન નુ નિર્માણ કર્યુ છે. જેના દ્વારા ખુબ જ ઓછા સમય મા તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પી.એસ. મોરે એ આ મશીન પેટન્ટ કરાવ્યુ નથી તહા સૌ કોઈ ને આ મશીન બનાવવા તથા વેચવા ની સહમતી આપે છે.

કારણ કે આ મશિન તે દરેક ખેડૂત ના ઘરે ખુબ જ નજીવા કિંમત દરે મળી શકે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને આ મશિન નુ ૨૦૦૮ મા પેટન્ટ કરાવી લીધુ. જેથી ભવિષ્ય મા કોઈ પણ તેનો ગેરઉપયોગ ન કરી શકે. ચાર માણસો તથા એક ડ્રાઈવર ની સહાયતા થી આ મશીન દ્વારા નિયમિત ૨.૫ એકર મા ડુંગળી નુ વાવેતર કરી શકાય.

\

જ્યારે આજ વાવેતર આપણે જુની પૌરાણિક રીતે કરીએ તો અંદાજીત ૧૦૦ મજુર ની જરૂરીયાત પડે છે. આમ , આ મશીન મા થતો ખર્ચ એક થી બે વાવણીમા રીકવર થઈ શકે. આ ઉપરાંત આ મશીન તમે બીજા ને ભાડે પણ આપી ને વધારા ની આવક મેળવી શકો છો.

આ મશીન ની મદા થી યાંત્રીક નિંદામણ દુર કરી ને નિંદામણ નો ખર્ચ પણ બચાવી શકાય. ઉર્વરક ડ્રિલ ની સાથે આ મશીન ૩૦ હજાર મા પડે છે જયારે ડ્રિલ વગર આ મશીન ૧૮ હજાર મા પડે છે. આ મશીન ૨૨ થી ૩૫ HP વાળા ટ્રેક્ટર મા ૩ પોઈન્ટ થી જોડી શકાય તથા ખેતરો મા ટ્રેક્ટર ની ગતિ ૧ થી ૧.૫ કી.મી પ્રતિ કલાક રાખવા મા આવે છે.

એક ક્યારી થી બીજી ક્યારી વચ્ચે ૭ ઈંચ નુ તથા બે છોડ ની વચ્ચે ૩.૫ ઈંચ નુ અંતર રહેવુ જોઈએ. આ મશીન મા એક ખેડાણ ની ફ્રેમ ફર્ટીલાઈઝર બોક્સ ઉર્વર ને વહેવા માટે બે નળીઓ , બીજ છોડ રાખવા માટે ટ્રે , બે વ્હિલ્સ , ખાંચા ખેચવાવાળા , બીજ છોડ ને નીચે લઈ જવા માટે ફિશનલ પ્રણાલી અને ચાર લોકો ની બેસવા માટેની જગ્યા વગેરે સુવિધાઓ આપેલી છે. આમ , આ મશિન ખેડૂતો માટે એક આશિર્વાદ રૂપ તથા વરદાનરૂપ સાબિત થઈ શકે છે.