પાસ કન્વીનર ધાર્મિક માલવીયાને મળવા હાર્દિક પહોંચ્યો અને કહ્યું કે…

gujarat Latest Politics

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠો છે જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી.

ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાને કાયદાકીય રીતે ફસાવવાની કોશિશ થઈ રહી છે કોર્ટમાં એક તરફી સબુતો રજૂ કરી તેને ફસાવી રહ્યા છે. આજે હાર્દિક પટેલ સુરતમાં આવ્યો હતો અને તેણે ઉપવાસ પર બેઠેલા લોકોની મુલાકાત લીધી હતી.

હાર્દિકે કહ્યું હતું કે આજે તમામ વર્ગના લોકો દુઃખી છે એ પછી યુવાનો હોય, ખેડૂતો હોય, શિક્ષકો હોય કે ST ના કર્મચારીઓ હોય દરેક લોકો આંદોલનો પર ઉતરી આવ્યા છે. બે યુવાનો જો આંદોલન પર ઉતર્યા હોય અને સરકાર કોઈ એક્શન ન લેતી હોય તો યુવાનોએ વિચારવું જોઈએ કે શું કરવું.

ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિકે જણાવ્યું કે આ લોકોની વાતો ન સાંભળીને સરકાર તાનશાહી કરી રહી છે. સરકારે લોકોની વાતો સાંભળવી જોઈએ. મહત્ત્વનું છે કે 11 દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કોઈપણ ધારાસભ્ય મળવા પણ આવ્યા નથી.

ફોટો: સોશિયલ મીડિયા

મહત્વનું છે કે 44 ધારાસભ્યો પાટીદાર સમાજના હોવા છતાં કોઈ પણ મળવા આવ્યું ન હતું. માત્ર કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ મિનિસ્ટર તુષાર ચૌધરી મળવા આવ્યા હતા તે સિવાય કોઈ ફરક્યું પણ ના હતું.