હાર્દિકે આ પાર્ટીને ખુલ્લું સમર્થન આપ્યું, જાણો

gujarat Latest Politics

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતની મુલાકાતે છે. મહત્વનું છે કે હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ તેની તૈયારીના ભાગ રૂપે લોકોને મળી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે.

ફોટો: સોશિયલ મીડિયા

છેલ્લા થોડા સમયથી હાર્દિક ઉત્તર પ્રદેશની મુલાકાતે છે હાર્દિકે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ખૂલ્લું સમર્થન આપ્યું હતું. હાર્દિકે ગુરુવારના રોજ સપા પ્રમુખ સાથે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિકે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન જ BJPને હરાવી શકે છે અને તેને બુથ સ્તર સુધી વધુ મજબૂત બનાવવું પડશે.

ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે હું એ દરેક લોકોની સાથે છું જે ભાજપ વિરુદ્ધ છે. હું ઉત્તર પ્રદેશના પ્રવાસે છું કાલે હું પ્રતાપગઢ, સુલતાનપુર, મિર્ઝાપુર અને સોનભદ્ર ગયો હતો ત્યાંના લોકો ભાજપના શાસનથી ત્રાસી ગયા છે અને છૂટકારો મેળવવા ઇચ્છે છે.

ફોટો:સોશિયલ મીડિયા

દેશ મોદી સરકારથી નહીં પરંતુ સંવિધાનથી ચાલે છે અને ભાજપના લોકો બંધારણને નથી માનતા. વધુમાં હાર્દિક પટેલે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મોડલને સમગ્ર દેશમાં વેચે છે, એ જ ગુજરાતના 20 જિલ્લામાં પીવાનું પાણી પણ નથી મળતું.

ફોટો: સોશિયલ મીડિયા

ગુજરાત સરકારે ગુજરાત મોડલ બતાવીને દેશની હાલત ખરાબ કરી દીધી છે દેશમાં ખેડૂત-યુવાનો, શિક્ષકો, કર્મચારીઓ દરેક લોકો પરેશાન છે. જે લોકો સરકારને સવાલો પૂછે છે સરકાર તેમને દેશદ્રોહી જાહેર કરી દે છે.