શું ગુજરાતમાં કોઈને આંદોલન કરવાનો અધિકાર નથી?

gujarat Latest Politics

લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે કારણકે એક તરફ ST નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચની માંગણીઓ લઈ હડતાલ પર ઉતર્યા છે.

ફોટો: સોશિયલ મીડિયા

બીજી બાજુ રાશન દુકાન ધારકો પણ પોતાને ઓછું કમિશન મળતું હોવાથી પોતાની માંગણી સાથે ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે અને હવે ગુજરાતના શિક્ષકોએ પણ પોતાની માગણીઓના નિકાલ માટે સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે.

pc: wikivividly.com

હાર્દિક પટેલ સુરતમાં અલ્પેશ કથીરિયાની જામીનની માગણી સાથે પાસનો કન્વીનર ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો છે તેની મુલાકાતે પહોંચ્યો હતો ત્યારપછી સુરત ખાતે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને હાર્દિક પટેલ મળ્યો હતો.

હાર્દિકે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ ભાજપ સરકાર એસટીનું ખાનગીકરણ કરી દેશે અને તેના કારણે જ એસટીના કર્મચારીઓનો અવાજ સરકારના કાને પહોચતો નથી.

આજે ગુજરાતની સરકારી શાળાના તમામ શિક્ષકો રજા પર ઉતર્યા હતા. શિક્ષકોની માગણી હતી કે, 1997 પછી ફિક્સ પગારના તમામ શિક્ષકોને સળંગ કરવામાં આવે.

ફોટો: સોશિયલ મીડિયા

જો કે આજે અઢી લાખ કરતાં પણ વધુ શિક્ષકો મળીને ગાંધીનગરના ચાણક્ય ભવનથી એક રેલી યોજીને વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા પરંતુ આ મામલે પોલીસની પરમિશન ન મળતા પોલીસ દ્વારા 700થી વધુ શિક્ષકોની જ અટકાયત કરી લેવામાં આવી હતી અને ગુજરાતના અલગ-અલગ જગ્યાઓએથી પણ સ્થાનિક પોલીસ દ્વારા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી.

ફોટો: સોશિયલ મીડિયા

ગમે તેનું આંદોલન હોય એ સરકારની સામે જ્યારે આવે અને સરકારને પડકારે ત્યારે સરકાર તેને નિષ્ફળ કરવા માટે પોલીસનો દુરુપયોગ કરતી હોય છે કારણકે આંદોલન કરતાં પહેલાં જ આંદોલનકારીઓની ધરપકડ થઈ જાય છે.

PC:khabarchhe.com

માત્ર એટલું જ નહીં પરંતુ સરકારનો કે સરકારની નીતિનો વિરોધ કરવા માટે રેલી કે સભા માટે મંજૂરી લેવા માં આવે ત્યારે પણ મંજુરી આપવામાં આવતી નથી. લોકશાહીમાં દરેક લોકોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ ગુજરાત સરકાર લોકશાહીનું હનન કરી લોકોના અવાજને દબાવવાનું કામ કરે છે.

ફોટો: સોશિયલ મીડિયા

આજે તો શિક્ષકોએ રેલી પણ કાઠી ન હતી અને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા કોઇપણ પ્રકારની રેલી કાઢવામાં ન આવે અને શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ ન કરી શકે અને તેમનો આવાજ દબાવી દેવાય તે માટે પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પ્રકારના પ્રજાનો અવાજ દબાવવાનું કામ ભાજપ સરકાર પહેલા પણ કરી ચુકી છે. જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે લોકો સરકારનો વિરોધ ન કરે તેના માટે સભા કે રેલી કરવા માટેની મંજૂરી સરકાર દ્વારા અપાતી ન હતી અને જો કોઈ આંદોલન કરે તો તેની અટકાયત કરવામાં આવતી હતી.