ઈમરજન્સી ના સમયે કેવું વાતાવરણ રહ્યું છે દેશ નું? એની એક નાની ઝલક છે આ 15 ફોટા

history

દેશ ની પહેલી અને છેલ્લી મહિલા પીએમ હતી ઇન્દિરા ગાંધી. એમને આપણે “આયરન લેડી” ના નામ થી પણ જાણીએ છીએ. 25 જૂન 1975 એ એમણે દેશ માં ઈમરજન્સી લગાવી ને કરોડો નાગરિકો ની આઝાદી છીનવી લેવા નું કામ કર્યું હતું, એ દિવસ ને ભારત ઈતિહાસ માં આઝાદી પછી નો સૌથી કાળો દિવસ કહેવા માં આવે છે. એ સમય એવો હતો કે બધા નાગરિક ની સ્વતંત્રતા નો અંત થઈ ગયો હતો. પત્રકાર ઉપર અંકુશ લગાવવા ના ભરપૂર પ્રયત્ન કરવા માં આવી રહ્યા હતા અને દેશ ના બધા સશક્ત નેતાઓ ને જેલ માં નાખી દેવા માં આવ્યા હતા.

એ સ્થિતિ ને શબ્દો માં રજુ કરવું થોડું મુશ્કેલ છે, પરંતુ ફોટા ઉપર થી તમે એ સમય નો અંદાજો સારી રીતે લગાવી શકો છો. આ છે કેટલાક ફોટા, જે ઈમરજન્સી ના કટુ દ્રશ્ય ને તમારી સામે જીવંત કરી દેશે. . . .

1. સત્તા માત્ર ઇન્દિરા ગાંધી ના હાથ માં આવી ગઇ હતી.

2. ઈમરજન્સી ની ઘોષણા કરતી તત્કાલિન પીએમ ઇન્દિરા ગાંધી.

3. ઇમરજન્સી ની ઘોષણા પછી પ્રમુખ વિપક્ષી નેતાઓ ને જેલ માં નાખી દેવા માં આવ્યા હતા.

4. લોક નાયક જયપ્રકાશ નારાયણ પર ઈમરજન્સી ના સમયે લાઠીઓ વર્ષાવતી પોલીસ.

5. ત્યારે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી ને ભેષ બદલી ને રેહવું પડ્યું હતું.

6. બીજેપી ના નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ ભેષ બદલી ને અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.

7. જામા મસ્જિદ ની પાસે બનેલા ઘરો ને બુલડોઝર થી પાડી દેવા માં આવ્યા હતા.

8. પ્રેસ પર સેન્સરશિપ લાગુ કરી દેવા માં આવી હતી. ઓલ ઇન્ડિયા રેડિયો ને પણ શાંત કરી દેવા માં આવ્યું હતું. આ બંને જ ખબરો મેળવવા નું મહત્વપૂર્ણ માધ્યમ હતું.

9. હિંમત નામ ના એક વીકલી અંગ્રેજી ન્યૂઝ પેપર માં કેટલાક લોકો સતત એનો વિરોધ કરતા રહ્યા.

10. સફદર હાશ્મી જેવા કલાકારો અને કેટલાક બુદ્ધિમાનીઓ એ ઇન્દિરા નો ઘણો વિરોધ કર્યો હતો.

11. જ્યોર્જ ફર્નાન્ડીઝ નો આ ફોટો ઈમરજન્સી નો પ્રમાણ બની ગયો.

12. સંજય ગાંધી જબરજસ્તી લોકો ની નસબંધી કરાવવા લાગ્યા હતા.

13. સુચિત્રા સેન ની પોલિટિકલ ફિલ્મ ‘આંધી’ ને રિલીઝ થવા થી રોકી લેવા માં આવ્યું હતું. એ ઈમરજન્સી પછી રિલીઝ થઈ હતી.

14. ફિલ્મ ‘કિસ્સા કુર્સી કા’ને પણ બેન કરી દેવા માં આવ્યું હતું.

15. વર્ષ 1977 માં સુપ્રીમ કોર્ટ ના આદેશ પછી ઇન્દિરા ગાંધી ઈમરજન્સી ખસેડવા માટે મજબૂર થઈ ગઈ હતી.

આ બધા ફોટા ને જોઈને તમને પોતાની આઝાદી ની કિંમત સરળતા થી સમજણ માં આવી ગઈ હશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ

Article credit : panchat.co.in