પાકિસ્તાની સુરકક્ષાબળો એ બે આંતકીઓને ઠાર કર્યા

World

પાકિસ્તાની સુરક્ષા એજેંસીઓએ પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રાજા ગિલાનીનો છોકરો, સેનાના એક વરિષ્ઠ અધિકારી અને એક અમેરિકી નાગરિકના અપહરણમાં સામેલ આંતકવાદી સમૂહ આઇએસના બે આંતકવાદીઑને મંગળવારે પંજાબમાં માર્યા હતા આ આંતકવાદી ગુપ્ત અધિકારોની હત્યામાં પણ શામેલ હતા.

પંજાબ પોલીસે આંતકવાદ નિરોધક વિભાગ તરફથી મળેળ નિવેદન મુજબ, આંતકવાદી ગુપ્ત એજન્સીના કાર્યાલયને નિશાનો બનાવવાના હતા પરંતુ તે પહેલા જ તેમને ઠાર કરવામાં આવ્યા હતા.

સિટીડી ના એક અધિકારી કહ્યું કે સોમવારે સિટીડીને આંતકવાદીઓ લાહોરથી લગભગ 150 કિલોમીટર દૂર ફેસલાબાદમાં એક ભાડાના મકાનમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. પાડોસના એક વ્યક્તિએ આ જાણકારી આપી હતી ત્યારબાદ સિટીડી, પંજાબ પોલીસ અને ગુપ્ત એજન્સીએ સાથ મળીને આ સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું.

વધુમાં જણાવ્યુ કે આંતકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ તેમણે ફાયરિંગ ચાલુ કર્યું તેમાં બને આંતકીઓના મૃત્યુ થયા હતા મળેલા સાબુતો મુજબ તેઓ ફેસલાબાદમાં સુરક્ષા કર્મીઓને નિશાનો બનાવવાના હતા.