ઉરી ની સફળતા બાદ યામી ગૌતમે શુ કહ્યું જાણો

Entertainment

બોક્સ ઓફિસ પર વર્ષની શરૂઆતથી જ વિક્કી કૌશલનો ખતરનાક ફૌજી અંદાજ છવાયેલો છે. ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ જ્યાં ફિલ્મે રિલિજના પાંચમા દિવસે 50 કરોડનો આંકડો મેળવ્યો હતો ત્યાં જ 16મા દિવસે એટલે કે ગણતંત્ર દિવસ પર ફિલ્મે ખુબજ વધુ કમાણી કરી હતી. ઉરીએ આજે 150 કરોડનો આંકડો પાર કર્યો છે. ગણતંત્ર દિવસ પર એક સાથે બે ફિલ્મો રિલિજ થઈ જેના કારણે ઉરીના કલેક્શન પર નામ માત્રાનો પણ ફરક ન પડ્યો હતો. આ બધાની વચ્ચે ફિલ્મ હીરોઇન યામી ગૌતમને પુછવામાં આવ્યુ કે આ સફળતા પર તેની શુ પ્રતિક્રિયા છે?

યામી ગૌતમને પહેલો સવાલ કર્યો કે ‘ઉરી’ની સફળતાને લઇને તારી પહેલી પ્રતિક્રિયા શું છે? તો તેણે કહ્યું કે આ મારી આજ સુધીની સૌથી બેસ્ટ સ્ક્રિપ્ટ હતી. જ્યારે હું ફિલ્મના ડાયરેક્ટરને પહેલીવાર મળી તો તેમણે મને એક વાત કરી અને તે એ હતી કે એવી ફિલ્મ બનાવીશુ જેના પર સામાન્ય નાગરિકની સાથે-સાથે સેનાને પણ ગર્વ થાય. જેના પગલે ડાયરેક્ટરે આ વિષયની સંવેદનશીલતાને સમજી, દરેક વસ્તુની જવાબદારી લીધી તો મારા મંતવ્યે આ ફિલ્મની સફળતામાં સૌથી વધારે શ્રેય તેમનો જ છે.

બીજો સવાલ પૂછ્યો કે તો શું નવુ શીખવા મળશે તમને ‘ઉરી’ થી? તો જવાબ આપ્યો કે ફિલ્મથી જોડાયેલ દરેક માણસ માટે આ એક અલગ અનુભવ રહ્યો છે. દેશભક્તિ પર આમ પણ વધારે ફિલ્મો બનતી નથી, એવામાં દર્શકોને પહેલી વાર હિંદી સિનેમામાં આવુ કંઇક જોવા મળ્યુ. હું ખૂબ ગર્વ અનુભવુ છુ કે એક આવી ફિલ્મની સાથે મારુ નામ જોડાયેલુ છે જે એક સારો સંદેશ આપી રહી છે.

એક્સપર્ટનું માનીએ તો આ ફિલ્મ 200 કરોડનો આંકડો પર કરી શકે છે. એ કહેવું ખોટું નથી કે વિક્કી કૌશલના ફૌજી અવતારે લોકોના એવા દિલ જીત્યા કે ફિલ્મની કમાણી બંધ થવાનું નામ નથી લેતી. ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ઉરીમાં વિક્કી કૌશલ સિવાય મોહિત રૈના, યામિ ગૌતમ, પરેશ રાવલ, ક્રુતિ કુલહરી,સ્વરૂપ સંપત અને રાજિત કપૂર મુખ્ય પાત્રોમાં છે.